સૌરાષ્ટ્રના બંદરો પર ‘સાગર’ વાવાઝોડાનું સિગ્નલ, દરીયો ન ખેડવા સૂચના

મોરબીઃ  ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતાને લઇ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાવધાનીનું સિગ્નલ લગાવી દેવાયું છે. વાવાઝોડાંની શક્યતાને પગલે માછીમારોને આગામી 48 કલાક ગલ્ફ ઓફ એડન,પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર નજીક ન જવાની સુચના આપવામાં આવી છે. જોકે સાગર નામના આ વાવાઝોડાંની દરિયામાં નહીવત અસર જોવા મળશે, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 1 અને 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.મોરબીના નવલખી બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જામનગરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે કારણ કે દરિયા માં પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી માછીમારો સમુદ્ર નજીક ન જાય તેવી સૂચના આપવામાં આવી છે.અમરેલીના જાફરાબાદ બંદર પર 2 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. દરીયામાં પવનની ઝડપ વધવાની સંભાવનાના કારણે આ સિગ્નલ લગાવાયું છે. આ સાથે જ ફિશરીઝ વિભાગ દ્વારા તકેદારી રાખવા બંદર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દ્વારકાના ઓખા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.પોરબંદર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]