અમદાવાદઃ સોલામાં ઉમિયાધામ શિલાન્યાસનો ત્રિદિવસીય મહોત્સવ શરૂ થયો છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના- સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ 11-13 ડિસેમ્બરના યોજાવાનો છે.
આ શિલાન્યાસ મહોત્સવમાં ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને વિધાનસભ્ય બાબુ જમના પટેલ સહિતના અનેક નેતાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા.
Live: CM attends foundation laying ceremony of Ma Umiyadham campus and temple in august presence of Union HM Shri Amit Shah https://t.co/Lrkx7AY0zP
— CMO Gujarat (@CMOGuj) December 11, 2021
આ ઉમિયાધામ 74,000 ચોરસ વાર જમીન પર અંદાજે રૂ. 1500 કરોડના ખર્ચે મા ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે, જેનું ઉદઘાટન સમારંભમાં ગૃહપ્રધાન અમિત શાહને હસ્તે ઉદઘાટન થયું હતું. આ પ્રસંગે શાહે કહ્યું હતું કે આ ભવ્ય મંદિર જ્યારે બની જશે ત્યારે હું જરૂર આવીશ. તેમણે કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવા જનતાને અપીલ કરી હતી. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે. પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. સેવાની વૃત્તિ પાટીદાર સમાજની છે.
ઉમિયાધામની ખાસિયત
આ ઉદઘાટન પ્રસંગે ટ્રસ્ટીઓ, સંસ્થાના અગ્રણીઓ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. |