અમદાવાદ એરપોર્ટ પર 7 કિલો ગાંજાની સાથે સાત આરોપી ઝડપાયા

અમદાવાદ: ગુજરાત માનો પાછલા કેટલાક સમયથી નસીલા પદાર્થોનો હબ બન્યું છે. વિકાસની સાથે જાણે નસીલા પદાર્થોનો વ્યાપ પણ વધ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના એરપોર્ટ પર સાત આરોપી સાથે ગાંજો ઝડપાવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આરોપીઓ પાસેથી 7.05 કિલો હાઈબ્રિડ ગાંજા સહિત પોલીસે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના એરપોર્ટ પર ટર્મિનલ 2 બહાર સાત યાત્રિકો પાસથે 7 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે આરોપીઓમાંથી એક આરોપી વોન્ટેડ જણાયો છે. જ્યારે આ તમામ આરોપી વિદેશથી આ ગાંજો ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ગાંજો લાવી કોને આપવા હતો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અગાઉ ઓરિસ્સાથી આવતા ટ્રકમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુલ 65 લાખનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લગભગ 43 લાખની કિંમતના કુલ 194.850 ગ્રામ ગાંજા સાથે 7 આરોપી ઝડપાયા હતા. આ સાત આરોપીમાંથી 2 આરોપી ધરમપુર ઓરિસ્સાના છે. આ આરોપીઓ ત્યાંથી ગાંજાની ખરીદી કરી અમદાવાદ ખાતે પહોંચાડતા હતા. સાથે સાથે અન્ય 2 આરોપી ડ્રાઈવર અને ક્લીનર તરીકે કામ કરી રહ્યા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. કુલ 1,100 કિલો ડ્રગ્સ ઓડીસાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા GIDC માં ઉતારવાનો હતો. આ ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યું હતું, જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે.