ગુજરાતના મહાનગરોમાં અડધોઅડધ વસ્તી અન્ય રાજ્યોની, સૌથી વધુ 64.6 ટકા…

અમદાવાદ- તાજેતરના વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર ગુજરાતની 8 મહાનગર પાલિકાઓમાંથી 7માં અડધાથી વધુ જનસંખ્યા પ્રવાસી જેતે શહેરના મૂળ રહેવાસી નથી છે. અમદાવાદ, સૂરત સહિતના રાજ્યના મોટા શહેરમાં હાલ વસવાટ કરતાં લોકો કાં તો ગુજરાતના અન્ય શહેર કે ગામડામાંથી આવ્યાં છે અથવા તો પછી અન્ય રાજ્યોમાંથી આવ્યાં છે.

સૂરતમાં સૌથી વધુ 64.6 ટકા વસ્તી પ્રવાસી છે, જેમાંથી 32.3 ટકા વસ્તી અન્ય રાજ્યોમાંથી આવી છે. અમદાવાદ ગુજરાતનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું શહેર છે. અહીં 12.4 ટકા પ્રવાસીઓ અન્ય પ્રદેશમાંથી આવીને વસવાટ કરી રહ્યાં છે. કુલ મળીને અમદાવાદની 46 ટકા વસ્તી પ્રવાસી છે, આમાં એ લોકો પણ સામેલ છે જે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ પ્રવાસી રાજસ્થાન (2.16લાખ) ના છે, ત્યારબાદ બીજા અને ત્રીજા ક્રમ પર યૂપી (1.9 લાખ),અને મહારાષ્ટ્ર (1.10 લાખ)ના લોકો અમદાવાદમાં વસવાટ કરે છે. આ વસ્તીગણતરીના સર્વેમાં હિજરત કરવાનું કારણ રોજગારી અથવા તો લગ્ન બાદ અહીં શિફ્ટ થવાનું જણાવાયું છે.

પૂણે અને સૂરત સૌથી વધુ પ્રભાવિત

વિશ્વ આર્થિક મંચના રિપોર્ટ ‘પ્રવાસ અને શહેરો પર તેનો પ્રભાવ’ માં કહેવામાં આવ્યું છે કે, એશિયામાં પૂણે અને સૂરત સૌથી વધુ પ્રવાસી વસ્તીથી પ્રભાવિત છે. આવું એટલા માટે છે કારણ કે, આ શહેરો પોતાને મુંબઈના વિકલ્પ તરીકે ઓળખ ઉભી કરતા આવ્યાં છે. લગભગ 1.75 લાખ લોકો તેમના જન્મ બાદ સૂરત રહેવા આવ્યાં અને 8.8 લાખ લોકો સમગ્ર પરિવાર સાથે અહી વસવાટ કરવા લાગ્યાં.

મુંબઈનો વિકલ્પ બનવાની કિંમત

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈની ભીડભાડ અને મોંઘવારીને કારણે પ્રવાસી યોગ્ય તકની શોધમાં સૂરતમાં આવીને રહેવા લાગ્યા છે. એવા મોટાભાગના નાગરિકો જે રોજગારીની તકો, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, રિયલ એસ્ટેટ રોકાણ, અને સારું જીવન વિતાવવા મહારાષ્ટ્ર જતા હતાં તે હવે સૂરતમાં રહેવાનું પસંદ કરે છે.

જૂનાગઢમાં સૌથી વધુ ગુજરાતના જ પ્રવાસી લોકો

જૂનાગઢ એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ ગુજરતાના જ અન્ય વિસ્તારમાંથી આવતા લોકો વસવાટ કરે છે. અહીં માત્ર 1.7 ટકા પ્રવાસી જ અન્ય રાજ્યોના છે. તેની સામે શહેરમાં કુલ વસ્તીના 59 ટકા લોકો પ્રવાસી છે. સમગ્ર પ્રદેશમાં આ મામલે જૂનાગઢ બીજા ક્રમ પર છે.