રાજ્યમાં નૈઋત્યનું ચોમાસાનું આગમન વિધિવત રીતે બે સપ્તાહ પહેલા થઈ ચૂક્યું છે. આ વર્ષે ચોમાસું સામાન્ય વર્ષેના હિસાબે ચાર દિવસ પહેલા બેસી ગયું હતું. ત્યારે હવામાન બદલતા ચોમાસુ આગળ વધી રહ્યું ન હતું. પરંતું રાજ્યાના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો હતો. આખરે ગુજરાતમાં ચોમાસું જામવા આવ્યું છે. ગતરોજના રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર થઈ હતી.
ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અલ-નીનો પરીવર્તીત થઈ લલ-નીનો ફેરવાયું હોવાથી રાજ્ય સહિત દેશ અનુમાન કરતા વધુ વરસાદ થવાની આશા સેવાય રહી છે. ત્યારે ગઈકાલ રાજ્યના 66 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. જૂનાગઢ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મેંદરડામાં 4 ઈંચ તો, ગ્રામ્ય વિસ્તારોમાં ૩-5 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ અને વંથલી પંથકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં 2 ઈંચ, માળિયા હાટીનામાં 1.5 ઇંચ, કેશોદમાં ભારે પવન સાથે 1 ઇંચ જ્યારે ભેંસાણમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. માંગરોળમાં 2 મીમી વરસાદ થયો છે.
તો બીજી બાજું રાજકોટમાં પણ વરસાદ નોંધાયો હતો. શહેરમાં રાત્રિ સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયા હતો. અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર પછી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જામનગરમાં રાત્રી સમયે ગાજવીજ સાથે મેઘરાજાએ પધરાણી કરી હતી. મોરબીમાં ભારે પવન સાથે મેઘરાજાની બટીંગથી શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સુરત શહેર સહિત જિલ્લામાં કુલ 167 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. ત્યારે બાકી રાજ્યના 26 તાલુકામાં લગભગ 1 ઈંચથી લઈ 2.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગામી ત્રણ દિવસની આગાહી પર નજર કરીએ તો, રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.