આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગઈકાલે વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસ્યા બાદ અમદાવાદમાં વરસાદ સામાન્ય રહ્યો છે. તો બીજી તરફ ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ નોંધનીય વરસાદ વરસ્યો હતો. ત્યારે આગામી બે દિસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે આજે સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

તો આજે ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના ન્યૂ રાણીપ અને ગોમતીપુર સહિતના કેટલાક વિસ્તારોમાં ભુવા પડવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વહેલી સવારથી સવારના 11 વાગ્યામાં સુધી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે હજી વધુ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે ખેડા, પંચમહાલ, અરાવલી, મહિસાગર, સુરત, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]