દ્વારકામાં દરિયામાં જોવા મળ્યો વરસાદી કરંટ..

રાજ્યમાં ધીમા પગલે ચોમાસું આગળ વધી રહ્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અને આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદન નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે ઉંચા મોજા ઉજળતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આવનાર ત્રણ દિવસ સુધી દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

હવામાન વિભાગે દેવ ભૂમી દ્વારકા, જામનગર અને વલસાડમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદ સાથે દરિયામાં ભારે કરંટ રહેવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે. જેને લઈને દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે. મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં 12થી 15 ફુટ મોજા ઉછળી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ખેતરો પાણી-પાણી થયા હતા.