રાહુલ ગાંધી 24-25 નવેમ્બર ગુજરાતના પ્રવાસે

અમદાવાદ– રાહુલ ગાંધી આવતીકાલ 24 નવેમ્બરથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યાં છે. બે દિવસમાં તેઓ રોડ શો કરીને જાહેરસભા સંબોધશે, તેમ જ સંવાદ પણ કરશે.

રાહુલ ગાંધીનો આ ચૂંટણી પ્રચારનો પાંચમો રાઉન્ડ છે. જો કે હજી કોંગ્રેસની બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી. જેથી પ્રદેશના કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે કચવાટ જોવાઈ રહ્યો છે. પણ રાહુલ ગાંધી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમની સાથે આ બાબતે ચર્ચા થશે, અને ત્યાર બાદ ફાઈનલ યાદી જાહેર કરાશે.

રાહુલ ગાંધીનો સત્તાવાર કાર્યક્રમ

તારીખ 24-11-2017

(1) 10 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર આગમન.
(2) સવારે 11 થી 12 વાગ્યા વચ્ચે પોરબંદરમાં માછીમારો સાથે મુલાકાત
(3) 1-15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આગમન

(4) 2-30 વાગ્યે સાણંદ જવા માટે રવાના થશે. જ્યાં સાણંદમાં દલિત સ્વાભિમાન સભા

(5) સાંજે 7-30 વાગ્યે અમદાવાદનાં નિકોલ ખાતે સભા. રાત્રિ રોકાણ અમદાવાદ

તારીખ 25-11-2017

(1) રાહુલ ગાંધી સ્વ. ઈરશાદ બેગ મિરઝાના અમદાવાદમાં રહેતાં પરિવારજનોને સાંત્વના આપશે
(2) 11-15 વાગ્યે દહેગામ ખાતે સ્વાગત કાર્યક્રમ
(3) 12-10 વાગ્યે અરવલ્લીના બાયડમાં કોર્નર મીટિંગ
(4) બપોરે 1-05 વાગ્યે બાયડના સાંતભા ખાતે સ્વાગત
(5) 2-10 વાગ્યે લૂણાવાડામાં કોર્નર મીટિંગ
(6) 3-15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મીટિંગ.
(7) 4 વાગ્યે મારગડા ચોકડી ખાતે સ્વાગત અને સંબોધન
(8) 4-50 વાગ્યે દાહોદના મવુડા ચોકડી ખાતે કોર્નર મીટિંગ
(9) 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાના