સુરતઃ સેશન્સ કોર્ટે બળાત્કાર અને હત્યા કેસમાં ઝડપી અને દાખલો બેસે એવો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં પાંચ મહિનામાં ચુકાદો આપ્યો છે. કોર્ટે બળાત્કાર કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં દોઢથી બે વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં 23 વર્ષીય યુસુફ ઇસ્માઇલ બાળકીના પિતાનો મિત્ર હતો અને તે બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. એક વાર તેણે બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઇસ્માઇલે બાળકીના શરીર પર અલગ-અલગ જગ્યાએ ઇજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભીના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ઇસ્માઈલ 27-2-23એ ફરિયાદીના ઘરે જઈ તેની માસૂમ બાળકીને વેફર અપાવવાના નામે કપલેથા ગામના તળાવ નજીક એક અવાવરું મકાનમાં લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે બાળકીની નાભિના ભાગે બચકાં ભરી ઈજા કરીને દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરી દીધી હતી. જે બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પિતાએ જ્યારે તેના નરાધમ મિત્રને પૂછ્યું કે બાળકી ક્યાં છે? ત્યારે આરોપીએ કહ્યું હતું કે હું હમણાં લાઉં છું તેવું કહીને આરોપી દોડીને ભાગી જતો હોય તેવા CCTV ફુટેજ પણ મળ્યા હતા. ત્યાર બાદ બાળકીની શોધખોળ કરતાં ઘટના સ્થળેથી મૃl હાલતમાં બાળકી મળી આવી હતી.
સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઇલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આજે ચુકાદો આપતાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 23 વર્ષના નરાધમ ઇસ્માઇલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી.