પ્રો. રજત મુનાની IITGNના ડિરેક્ટરપદે નિમણૂક

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN)ના ડિરેક્ટર તરીકે પ્રો. રજત મુનાની નિમણૂક થઈ છે. તેમની નિયુક્તિને દેશના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેઓ IITGN બેએક સપ્તાહમાં જોડાય એવી શક્યતા છે.

પ્રોફેસર મુના IIT ભિલાઈના પાંચ વર્ષથી વધુ સમય માટે ડિરેક્ટરપદે હતા. IIT ભિલાઈ અગાઉ તેઓ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (C-DAC)ના ડિરેક્ટર જનરલપદે હતા. તેઓ 1991થી IIT કાનપુરમાં કોમ્પ્યુટર સાયન્સ સાયન્સ ફેકલ્ટીમાં હતા.

હું IIT ગાંધીનગરમાં જોડાવા ઉત્સાહિત છું કેમ કે એ સંસ્થા છેલ્લાં 10 વર્ષમાં ઘણા માપદંડો સ્થાપિત કર્યાં છે. મારી નિમણૂક કરવા બદલ હું રાષ્ટ્રપતિનો અને શિક્ષણ મંત્રાલયનો આભાર માનું છું. હું IITGNમાં મારા સાથીઓ સાથે ઇન્સ્ટિટ્યૂટની શાખને નવી ઊંચાઈએ લઈ જઈશું, એમ તેમણે કહ્યું હતું.

પ્રોફેસર મુનાએ IIT કાનપુરમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને IISCમાંથી કોમ્પયુટર સાયન્સમાં પીએચડી કર્યું છે. તેમને અનેક એવોર્ડ એનાયત થયા છે.