તમે મને નીચ કહ્યો, તેનો જવાબ ગુજરાતની જનતા આપશેઃ PM

સુરતઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના લિંબાયત વિસ્તારમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. સંબોધનના પ્રારંભમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સુરત પર ઓખીનો ખતરો હતો, વાવાઝોડું ઓખી આવે છે આવે છે એમ હતું પરંતુ આવું કહેનારા ક્યારે આવતાં નથી એ આપણે જોયું. વડાપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. તો આ સાથે જ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે કરેલા પ્રહારોનો સણસણતો જવાબ આપ્યો હતો.

પીએમ મોદીની સુરત સભામાં સંબોધન

 • સુરત અમારા લેરી લાલાઓનું ગામ
 • વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો
 • સ્વીકાર કરો કે વિકાસ હતો નહી અને હતો તો જે વેરો આવતો હતો તે કોઈના ખીસ્સામાં જતો હતો
 • કોંગ્રેસને વિકાસનો વ પણ આવડતો નથી
 • કોંગ્રેસે કરેલા ખાડા પુરતા અમને વર્ષો લાગ્યા
 • હવાઈ ચપ્પલ પહેરતો વ્યક્તિ પણ હવાઈ જહાજમાં ઉડે તે અમારૂ લક્ષ્ય
 • કોંગ્રેસે પોતાના શાસનમાં મધ્યમવર્ગના લોકોનું ધ્યાન ન રાખ્યું
 • આ દેશનો ગરીબ સ્વમાનભેર જીવે તેના માટે અમે કાર્ય કર્યું
 • વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું તરભાણુ ભરો આજ કોંગ્રેસનો કારોબાર રહ્યો છે
 • કોંગ્રેસ એટલે અટકાના, લટકાના ઓર ભટકાના
 • કોંગ્રેસ પાર્ટી હતાશ અને નિરાશ થઈ ગઈ છે, ચારેબાજુથી બધુ સાફ ગયું છે
 • આસામ, મણિપુર, બિહાર, યુપી, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન, આખા નક્શા પર સૂક્ષ્મદર્શક યંત્ર લઈને જુઓ તો પણ પંજો નજરે નથી ચઢતો.
 • હતાશ અને નિરાશ થયેલા કોંગ્રેસીઓ માનમર્યાદા ભૂલીને વાતો કરી રહ્યા છે
 • નરેન્દ્ર મોદીએ મણીશંકર ઐયર દ્વારા પોતાના પર કરેલી ટિપ્પણી અને આક્ષેપોને લઈને મણીશંકર ઐયર પર કર્યા પ્રહારો, કહ્યું આ તો મોઘલાઈ સંસ્કાર છે
 • તમે અમને ગધેડા કીધા, નીચ જાતીના કહ્યા પરંતુ અમે લોકો અમારા સંસ્કારો જાળવી રાખવા ટેવાયેલા છીએ તમને લોકોને આનો જવાબ 18 તારીખે મળશે, જ્યારે મતપેટીઓ ખુલશે અને ભાજપ વિજયી બનશે
 • વડાપ્રધાન મોદીએ જનતા અને ભાજપના કાર્યકર્તાઓને કરી વિનંતી
 • મને ભલે એ લોકોએ નીચ જાતીનો કહ્યો પરંતુ તમારે તેમના વિરૂદ્ધ કશું બોલવાનું નથી કોઈ અપશબ્દો બોલવાના નથી, જાહેર જીવનની માન મર્યાદા જાળવી રાખવી એ ભાજપના સંસ્કાર છે
 • ચૂંટણી પરાજય સામે હોવાથી કોંગ્રેસના નેતા માનસિક સંતુલન ગુમાવી બેઠા છે.
 • મને દુખ નથી, કારણ કે, હું સમાજમાં સૌથી છેવાડે બેસેલા વ્યક્તિ માટે જિંદગી ખપાવું છે. આ તમને નીચાજોવુ લાગતું હોય તો તમારી વાતો તમને મુબારક, અને મને મારું બેકગ્રાઉન્ડ મુબારક.
 • અમે લોકો જાહેરજીવનના મુલ્યો માટે કામ કરવાના છીએ
 • હું આ ધરતીનો દીકરો છું, આ માટી મારી માં છે, તેનો કરજ ચૂકવવા હું જિંદગી આપી રહ્યો છું.
 • અમે અનેક અપમાનો સહન કર્યા છે
 • વડાપ્રધાન મોદીએ તમામ જનતાને મતદાન કરવાની અપીલ સાથે ભાજપને ભવ્ય વિજય અપાવવા કરી હાંકલ