અમદાવાદીઓ રમશે ‘પાવર ગરબા’, ફિટનેસની નવી સ્ટાઇલ

અમદાવાદ– ફિટનેસ ફ્રિક શહેરીજનો માટે પાવરફુલ ડાન્સ પ્રેકટિસ મળે અને તે જો પોતાની જીવનશૈલીના ભાગરુપ હોય તો તરત જ ફેવરિટ બને. અમદાવાદમાં હાલ કેટલેક ઠેકાણે પાવર ગરબા ફિટનેસની પ્રેકટિસ સેશન ચાલી રહી છે જેમાં અમદાવાદી યુવાઓ ગરબાના તાલે ફિટનેસ કેળવી રહ્યાં છે.

પાવર ગરબા ફિટનેસ અમદાવાદમાં 2017માં નવો ફિટનેસ ટ્રેન્ડ લઇને આવ્યાં હતાં. તેના ફાઉન્ડર છે સત્યજીત વોરા. ભારતીય-ગુજરાતી લોકનૃત્ય ગરબા અને ફિટનેસનું સંયોજન વૈવિધ્યપૂર્ણ બિટ્સ, એનર્જીટિક મૂવ્ઝ સાથે આ ગરબા કરનાર યુવાઓ ફિટનેસ કેળવવાનો આનંદ લઇ શકે છે.

પાવર ગરબા ફિટનેસના દેશભરમાં 125 ટ્રેઇનર્સ છે જે દુનિયાભરના વિવિધ ડાન્સ મૂવ્ઝ સાથે ફિટનેસ પ્રોગ્રામ આપી રહ્યાં છે.વિવિધ ટેકનિકનો ઉપયોગ કરે છે અને લોકોને આનંદ અને મનોરંજન સાથે સ્વાસ્થ્યલાભ કરાવે છે. અમદાવાદમાં કુલ 10 પાવર ગરબા ટ્રેઇનર્સ છે જે સત્યજિત રાયના પ્રોગ્રામ દ્વારા ફિટનેસ પ્રોગ્રામ કરી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]