પાટણઃ વર્ષોથી દલિતોને ફાળવવામાં આવેલી જમીનનો ભોગવટો હજી ન મળતાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. અહીં તેમણે દલિતોને પોતાનો હક્ક મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દલિતોના હકની લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે. જિગ્નેશ મેવાણી દલિતોને વર્ષોથી ફાળવવામાં આવેલ જમીનો પર ભોગવટો હજુ સુધી ન મળતા આજે પાટણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મેવાણીએ જણાવ્યું કે વર્ષોથી દલિતોને જમીન ફાળવણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી દલિતોને જમીનનો ભોગવટો મળ્યો નથી.
માથાભારે તત્વો દ્વારા બળજબરીથી જમીનો પચાવી પાડવામાં આવી છે. સમી તાલુકાની 1200 વીધા જેટલી જમીન પર દલિતોને ભોગવટો નથી મળી રહ્યો. જિગ્નેશ મેવાણીએ સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી ખુલ્લી ચીમકી પણ આપી છે કે, 3 જુલાઈએ શેખેશ્વરમાં દલિતોને ફાળવવામાં આવેલ જમીન પર અમે કબ્જો કરીશું અને જેનામાં તાકાત હોય તે અમને રોકીને બતાવે.