રાજકીય આરોપ લગાવનારાઓએ મોદીજીની માફી માગવી જોઈએઃ શાહ

નવી દિલ્હીઃ ગુજરાતનાં રમખાણો પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૃહપ્રધાન અમિત શાહે ચુપકીદી તોડતાં કહ્યું હતું કે આ મામલે લાંબી લડત પછી સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ મામલામાં ખોટા આક્ષેપોથી 19 વર્ષ સુધી મોદીજી દુઃખ સહન કરતા રહ્યા છે. તેઓ ભગવાન શંકરની જેમ વિષપાનની જેમ ગળામાં ઉતારીને સહન કરતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સિદ્ધ કરી દીધું છે કે બધા આરોપો રાજકીય પ્રેરણાથી પ્રેરિત હતા.

તેમણે કહ્યું હતું કે મોદીજીથી પૂછપરછ થઈ હતી, પણ ત્યારે કોઈએ કાર્યકર્તાએ ઘરણાં-પ્રદર્શન નહોતાં કર્યાં અને અમે કાયદાને સહયોગ કર્યો અને મારી ધરપકડ થઈ હતી, પણ કોઈ પણ ભાજપના કાર્યકરોએ ધરણાં પ્રદર્શન નહોતા થયાં. હવે જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યો હતો, જો તેમની અંતરાત્મા છે તો તેમણે મોદીજી અને ભાજપના નેતાથી માફી માગવી જોઈએ. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી SITની સામે કોઈ નાટક કરતા નહોતા ગયા કે મારા સપોર્ટમાં આવો અને ધરણાં કરો. તેમણે કહ્યું હતું કે અમારું માનવું છે કે કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ કરવો જોઈએ. જો SIT મુખ્ય પ્રધાનને સવાલ પૂછવા ઇચ્છે તો CM ખુદ સહયોગ કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં સેનાની મુખ્ય ઓફિસ છે, જ્યારે આટલા શીખોની હત્યા થઈ હતી, ત્યારે ત્રણ દિવસ સુધી કીં નહોતું થયું. કેટલી SIT બની? અમારી સરકાર આવ્યા પછી SIT બની. આ લોકો અમારી પર આરોપ લગાડી રહ્યા છે.