ભાવનગરઃ તાઉ’તે ચક્રવાતી વાવાઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું નબળું પડીને ઉત્તર દિશા તરફ રાજસ્થાન, પાટનગર દિલ્હી માર્ગે આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં સર્જેલા વિનાશનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હવાઈ નિરીક્ષણ કરશે. એ માટે તેઓ આજે સવારે ભાવનગર પહોંચશે.
વડા પ્રધાન વાવાઝોડા બાદની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે બેઠક પણ યોજશે. મોદી આજે સવારે 9.30 વાગ્યે દિલ્હીથી ભાવનગર માટે રવાના થશે. તેઓ અમરેલીસ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તે અમદાવાદ જશે અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા ટોચના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજશે.
