હળવદમાં દીવાલ પડતાં 12નાં મોતઃ PMએ શોક વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગરઃ હળવદમાં આવેલી GIDCના મીઠાના કારખાનામાં એક દુર્ઘટના બની છે.  મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થવાથી 12 વધુ કામદારોનાં મોત થયાં છે અને 20 વધુ મજૂરો ગંભીર રીતે ઇજા પામ્યા છે. આ દુર્ઘટના વખતે મજૂરો કામ કરી રહ્યા હતા. આ મામલાની જાણ પોલીસને આપવામાં આવી હતી. રાહત અને બચાવ કાર્ય હજી જારી છે. આ દીવાલના કાટમાળ નીચે હજી ઘણા લોકો દબાયેલા હોવાની આશંકા છે.

વડા ધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.

 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મજૂરોના પરિવારોને CM રાહત ભંડોળમાંથી રૂ. ચાર લાખ આપવાની જાહેરાત કરી હતી. તેમણે મોરબી જિલ્લા કલેક્ટર અને સિસ્ટમ ઓપરેટરોને તત્કાળ બચાવ અને રાહત કાર્યોનો નિર્દેશ આપ્યો હતો.

સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આ દુર્ઘટના બની ત્યારેકારખાનામાં મીઠાનું પેકેજિંગનું કામ ચાલી રહ્યું હતું અહીં 20-25 જેટલા શ્રમિકો મીઠાના પેકેજિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની હતી.  આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રાજ્ય સરકાર તરફથી રૂ. ચાર લાખ, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી રૂ. બે લાખ આપવાના જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર ઘાયલોને રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી હતી.