માતા હીરાબા પંચમહાભૂતોમાં વિલીન

અમદાવાદઃ વડા પ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડા પ્રધાન મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડા પ્રધાન મોદી સહિત તમામ પરિવાર અંતિમ વિધિમાં જોડાયો હતો. વડા પ્રધાન મોદીએ અને તેમના ભાઈઓએ હીરાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. તેમના માતા હીરાબા પંચમહાભૂતોમાં વિલીન થયાં છે. ત્યાર બાદ વડા પ્રધાન મોદીએ સ્મશાનમાં સૌનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ તેઓ સ્મશાનથી નીકળીને રાજભવનમાં જશે.

હીરાબાના અંતિમ દર્શન કરીને વડા પ્રધાન ભાવુક થયા હતા. મોદી પરિવારે સર્વેને હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું. દેશના અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ વડા પ્રધાનના માતા હીરાબાના અંતિમ સંસ્કારમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ વડા પ્રધાન તમામને સવિનય ના પાડતાં પોતાનાં કામ આગળ વધારવા માટે જણાવ્યું હતું.

NCPના નેતા શંકર સિંહ વાઘેલા મોદી પરિવાર સાથે સ્મશાન પહોંચ્યા હતા. અહીં તેમના મોદી સાથેના લાગણીભર્યા સંબંધો દેખાયા હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગાંધીનગર પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીના હીરાબાના સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો.