રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટમાં માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. આ હોસ્પિટલમાં 200 બેડ અને 64 ICUની સાથે વિસ્વ સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલનું ઉદઘાટન પછી વડા પ્રધાન એક જન સભાને સંબોધિત કરશે. વડા પ્રધાનની આ મુલાકાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને માટે બહુ મહત્ત્વની માનવામાં આવે છે. વડા પ્રધાન ઇફ્કોના નૈનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
વડા પ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની દિશામાં ગાંધીનગરના ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓનાના નેતાઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવશે. આ સંવાદમાં વિવિધ સહકારી સંસ્થાઓના 7000થી વધુ આગેવાનો ભાગ લેશે.
Will be in Gujarat today, where I will be attending programmes in Rajkot and Gandhinagar. These programmes cover key sectors such as healthcare, cooperatives and farmer welfare. https://t.co/xgbcRSAPnR
— Narendra Modi (@narendramodi) May 28, 2022
આ ઉપરાંત વડા પ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલમાં ઇફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઊપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી કે. ડી. પરવાડિયા મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ. સ્થળ: આટકોટ, જિ: રાજકોટ https://t.co/3cm8lQLv6H
— CMO Gujarat (@CMOGuj) May 28, 2022
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે 11 કલાકે દ્વારકામાં દ્વારકાધીશનાં દર્શન કરશે, ત્યાર બાદ ઓખામાં પોલીસ કોસ્ટલ એકેડમીની મુલાકાત લેશે. સાંજે મહાત્મા મંદિરમાં પીએમ મોદી સાથે સહકારથી સમૃદ્વિ કાર્યક્રમમાં હાજરી આપશે.