2000 ઉત્પાદન એકમ અને 50,000 રોજગારી પર પડી અસર

અમદાવાદ-સરકાર દ્વારા પર્યાવરણના પ્રશ્ને બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે અને ઉત્પાદન યુનિટોને બંધ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત પ્લાસ્ટીક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન-જીપીએમએના જણાવ્યું છે કે આ ઉદ્યોગમાં પ્રતિબંધ પછી કટોકટીનો સામનો કરવાની સ્થિતિ સર્જાશે. ગુજરાતમાં આશરે 2000થી વધુ એસએમઈ યુનિટ બંધ થવાની કગાર પર આવી ગયાં છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના વિવિધ શહેરોમાં પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે 50,000 લોકો રોજગારી ગુમાવશે.

આ 2000 એકમોમાંથી મોટાભાગના એકમો પંચમહાલ જિલ્લાના હાલોલમાં, વડોદરા, વાઘોડીયામાં આવેલાં છે. વડોદરા, અમદાવાદ અને રાજકોટ શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત” બનાવવા માટે પ્લાસ્ટિક ચાના કપ, પેકેજ્ડ વોટર પાઉચ અને વિશ્વ પર્યાવરણ દિવસના બેગના ઉત્પાદન અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે જણાવી દેવામાં આવ્યું છે.

આ પ્રતિબંધ ઉત્પાદક એકમો ઉપરાંત કામદાર વર્ગ પર પણ મોટી અસર કરનાર છે.  ડીલરો, ગ્રાહકો સહિતના ઉદ્યોગમાં સંકળાયેલા હજારો લોકો પર પ્રતિકૂળ અસર કરશે, જેમાં રાજ્યની અર્થવ્યવસ્થામાં કામ કરતાં લોકોનો પણ મોટાપાયે સમાવેશ થાય છે.

ફાઇલ તસવીર

પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા સરકારને આ સમસ્યાના ઉકેલ તરીકે સૂચવાયું હતું કે 50 માઇક્રોનથી વધુની પ્લાસ્ટિકની બેગની બેગની જાડઇ વધારવી અને તે માટે આ યુનિટોને 6 મહિનાની મુદત પૂરી પાડવી જોઇએ. એસોસિએશને પ્લાસ્ટિક પ્રદૂષણના મામલે સહકાર આપવા ઇચ્છે છે અને તે માટે જરુરી ફેરફાર માટે સાનુકૂળતા સર્જવાનો અનુરોધ કર્યો હતો.