અમદાવાદઃ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ માર્ગો પર ભૂવા પડવાનું શરૂ થઇ ગયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જગતપુરના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પર પોલાણ વાળા ભાગમાં એક વિશાળ ભૂવો પડ્યો છે. એક સપ્તાહ કરતાં વધારે સમયથી આ ભૂવાનું સમારકામ થઇ રહ્યું નથી.
ગોતા વંદેમાતરમ રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર જુદા જુદા વિભાગોએ ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ નહીં કરતાં ઠેરઠેર ભૂવા અને ખાડા ઉપસી આવ્યા છે.
ગોદરેજ ગાર્ડન સિટીની જીઆઇઆઇએસ શાળા અને બસ સ્ટેન્ડ પાસે પડેલા વિશાળ ભૂવા માંથી ગટરની દુર્ગંધ આખાય વિસ્તારમાં ફેલાઇ રહી છે.
ચોમાસા દરમિયાન થોડો વરસાદ પડે કે તરતજ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. કારણ , વરસાદી પાણી ના નિકાલની વ્યવસ્થા ખૂબજ નબળી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
