ત્રીજા તબક્કાના મતદાનની ધમધમાટ શરૂ થઈ ચૂકી છે. ઠેર ઠેર ખુશી માહોલ સાથે લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે લોરશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે વિકલાંગ લોકો પણ પાછળ રહ્યા નથી. ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ હોય પણ મતાધીકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુકતા દાખવી છે. રાજ્યના અલગ-અલગ ખુણામાં જુદી જુદી મુશ્કેલીઓ સાથે જજુમીને પણ મતદાન માટે આગળ આવ્યાના કિસ્સા જોવા મળી રહ્યા છે.
વડોદરમાં આકસ્મિક ઈજાઓ હોવા છતા પણ સ્વયંસેવકોની મદદથી મત આપીને એકતા દર્શાવો. તો પ્રજ્ઞાચક્ષુ હોવા છેતાપણ બ્રેઈન લિપિ થી મતદાન પણ કર્યા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જ્યારે ખંભાત તાલુકામાં એક વ્યક્તિના પગે ઈજા હોવા છતા વ્હિલચેરની મદદથી ખંભાતના તાલુકાના મતદાર કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. ત્યારે વડોદરામાં વય વૃદ્ધ મહિલા ઓક્સિજનના બાટલા સાથે મતદાન માટે જાગૃતા દાખવાતા શારિરીક મુશ્કેલી સાથે જજૂમીને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. મોરબીમાં એક વિકલાંગ વ્યક્તિ સ્વયંસેવકોની મદદથી મદદ આપ્યો હતો, દેશ માટે પોતાની પહેલી ફરજ નિભાવી હતી.
જ્યારે લોકો પોતાની મુશ્કેલી હોવા છતા મતદાન માટે આગળ આવતા હોય છે. ત્યારે ચૂંટણી પંચ પણ તેમની સહાયતા માટે અગ્રેસર હોય છે. અમદાવાદ પૂર્વમાં મતદારે સક્ષમ એપ પર પરિવહન માટે અરજી કરી. જે બાદ ગાંધીનગર સાઉથ એસીની ARO ટીમ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્યાંગ મતદારે માટે ઘરેથી મતદાન મથક સુધી તથા ઘરે પરત મુકવાની માટે, મતદાન મથકે વ્હલચેરની વ્યવસ્થા પણ ચૂંટણી પંચે કરી હતી.