એરપોર્ટની જેમ કાળુપુર રેલવે સ્ટેશન પર પાર્કિગ ચાર્જ લેવાશે

અમદાવાદઃ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ ચારેકોર વિકસી રહ્યું છે, ત્યારે સતત વિકસતા શહેરમાં લાખો મુસાફરો કાલુપુર રેલવે સ્ટેશન પર અવરજવર કરે છે. આ રેલવે સ્ટેશન પર હવે એરપોર્ટની જેમ પાર્કિંગ ચાર્જ વસૂલાશે. શહેરના રિક્ષાચાલકો પાસેથી 10 મિનીટથી વધારે રેલવે સ્ટેશનના પ્રાંગણમાં રોકાવવાના રુપિયા 10 વસુલાશે. ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર જો રેલવેના કેમ્પસમાં પ્રવેશ કરશે તો 15 મિનીટ સુધી રોકાવાની સુવિધા અપાશે ત્યાર પછી ચાર્જ વસુલવામાં આવશે.રેલવે સ્ટેશન પર તમામ વાહનોની અવરજવર પર નજર રાખવા માટે સી.સી.ટી.વી કેમેરા તેમજ સેન્સર મુકવામાં આવ્યા છે.નિયમિત મુસાફરી કરતાં તેમજ રેલવે સાથે સતત વ્યવહાર રાખતાં લોકોએ આ નિયમને આવકાર્યો છે, કારણકે  કેટલાક રિક્ષા ચાલકો તેમજ અન્ય પેસેન્જર વાહનો ચલાવતા લોકો બિનજરુરી રીતે રેલવે કેમ્પસમાં અડીંગો જમાવી દેતા હતા. કેટલાક રિક્ષા ચાલકો મુસાફરોની રીતસર પાછળ પણ પડી જતા જે અસહ્ય હતું. નિયમિત અને વ્યવસ્થિત રીતે કાર્ય કરતાં રિક્ષાચાલકોને આ નિર્ણયથી નુકસાન થયું છે. રીક્ષા ચાલકોના કેટલાક જૂથ દ્વારા રેલવેના આ નિર્ણયનો સખત વિરોધ પણ કરાયો હતો.અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]