“દીકરીને આપો પાંખ” કાર્યક્રમમાં દીકરીઓના સ્વપ્નોએ ભરી ઉડાન

અમદાવાદઃ નારી એ માનવજાતને ઈશ્વર દ્વારા મળેલી એક અમુલ્ય અને અતુલ્ય ભેટ છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને એક વિશિષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. એથી આગળ વાત કરીએ તો ઋષીમુનીઓએ અને ભારતીય સંસ્કૃતિએ સ્ત્રીને “માં”કહી છે. અને માં એટલે એક એવું વ્યક્તિત્વ કે જેના આગળ સઘળુ ટૂંકું પડે. એટલે જ શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે “ यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:” અર્થાત જે જગ્યાએ નારીઓનું સન્માન અને પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.

પણ સમય જતા દેશમાં સ્ત્રીઓને ઓછુ મહત્વ અપાતું ગયું અને વિદ્યાભ્યાસ તેમજ અનેક ક્ષેત્રે સ્ત્રીને વંચિત રખાતી હતી.આઝાદી પછી સ્ત્રીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનું બુદ્ધિજીવીઓના ધ્યાન પર આવ્યું અને તેમને સ્વીકાર્યું કે સમાજના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓની સહભાગીદારી ખુબજ જરૂરી છે.

ત્યારે કલાસૂર્ય ફાઉન્ડેશન દ્વારા “દીકરીને આપો પાંખ”શીર્ષક હેઠળ એક એજ્યુકેશનલ રેમ્પ વોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા ઉમીયા કેમ્પસમાં આ કાર્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યૂનાઈટેડ નેશન્સ વીનર ક્લાસીક નીપા સિંઘ, લાડકી સોંગ ફેમ તનીષ્કા સહિત અનેક જાણીતા મહાનુભાવો જોડાયા હતા. તો આ સીવાય આ કાર્યક્રમમાં સમાજના એવા મહિલા વ્યક્તિત્વો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે પોતાના દ્રઢ નીશ્ચય અને મનોબળથી જીવનમાં પોતાના સ્વપ્નોની ઉંચી ઉડાન સફળતાપૂર્વક ભરી છે. આ કાર્યક્રમમાં 300થી વધારે માતાઓએ પોતાની દિકરીઓ સાથે રેમ્પવોક કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]