વધુ એકવાર આંગડીયા લૂંટાયાં…બૂકાનીધારી લૂંટારાઓના સીસીટીવી ફૂટેજ મળ્યાં

ભાવનગર-ભાવનગરના નીલમબાગ વિસ્તારમાં આંગડીયા લૂંટનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બાઇકસવાર લૂંટારાઓએ આંગડીયા પેઢીના માલિક યુવક પર ફાયરિંગ કરી પાંચ લાખ રુપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાને અંજામ આપી બે બૂકાનીધારી લૂંટારુઓ ફરાર થવામાં સફળ થયાં હતાં.ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે વિવિધ ટીમો બનાવીને લૂંટારૂઓની શોધખોશ શરૂ કરી દીધી છે. આરકે એન્ટરપ્રાઇઝ આગડિયા પેઢીના માલિક રૂપિયા પાંચ લાખ લઇને ઓફિસથી નીકળ્યાં હતાં અને નીલમબાગ સર્કલ એસબીઆઈ બેન્ક પાસે પહોંચ્યાં ત્યારે બાઇકસવાર બે બૂકાનીધારી લૂંટારુએ ફાયરિંગ કરતાં યુવક ઢળી પડ્યો હતો.ત્યારે લૂંટારુઓ પાંચ લાખ રૂપિયા લઇને નાસી ગયાં હતાં.

પોલિસે લૂંટારૂઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની વિવિધ ટીમો બનાવી છે. બંને લૂટારુઓ નજીકના સીસીટીવીમાં ઝીલાઇ ગયાં હોવાથી પોલિસને આશા છે કે સીસીટીવીના આધારે ઝડપી લેવામાં મદદ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]