અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી દ્વારા ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એન્દ્રે મારી એમ્પિરેની જન્મતિથિ નિમિત્તે ફિઝિક્સના ઉત્સાહીઓને સાંકળવા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિદ્યાલય-ગાંધીનગરના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હર્ષલ દેઓતા દ્વારા એન્દ્રે એમ્પિરે અને ઇલેક્ટ્રોમેગ્નેટીઝમ અંતર્ગત ઇન્ટરેક્ટિવ સેશન કરવામાં આવ્યું.
ડો. દેઓતાએ જણાવ્યું હતું કે એન્દ્રે એમ્પિરેનું શિક્ષણ અસમાન્ય રહ્યું હતું તેમના પિતા જિન જેક્વિસ રૌઉસી, ફ્રેંચ ક્રાંતિના પ્રણેતાના અનુયાયી હતા અને તેમણે એન્દ્રેના શિક્ષણ માટે રૌઉસીનો અભિગમ અપનાવ્યો હતો. તેમણે કોઈ પદ્ધતિસરનું શિક્ષણ લીધું ન હતું.
વર્ષોના સઘન સંશોધન અને પ્રયોગોના અંતે એન્દ્રેએ મેથેમેટિકલ થિયરી ઓફ ઇલેક્ટ્રોડાયનેમિક ફીણોમીનાની રજૂઆત કરી, ખાસ 1827ના અનુભવોનો સમાવેશ હતો. નવા વિજ્ઞાનનું નામ “ઇલેક્ટ્રોડાયનેમિક્સ”સ્થાપના ગ્રંથ તરીકે જાણીતું બન્યું અને આ નામ એફિલ ટાવરમાં કોતરાયેલાં 72 નામોમાંનું એક છે. એન્દ્રે મારી પર યોજાયેલા આ વેબિનારમાં 500થી વધુ લોકો જોડાયા હતા.