અમદાવાદઃ અમદાવાદ ગ્લોબલ શેપર્સ, અમેરિકન કોર્નર અમદાવાદ અને આઇસેક અમદાવાદ દ્વારા 120 કરતાં વધારે યુવાનોને વૈશ્વિક મુદ્દાઓની સમજ આપવા અને એના વિશેના પ્રતિભાવોને વેગ આપવા “વન વર્લ્ડ કેફે”નું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં કરવામાં આવ્યું હતું. ‘વન વર્લ્ડ કેફે’ એ ખુલ્લી ચર્ચાનો એવો પ્રયાસ હતો, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિશ્વની કેટલીક સૌથી પડકારજનક ચિંતાઓનો જવાબ આપવા માટે એક પ્લેટફોર્મ આપવાનો હતો.
આ ઇવેન્ટની શરૂઆતમાં બધા યુવાનો એકબીજા સાથે જોડાયેલા રહે અને એકબીજાને જાણવાની તક મળે એ માટે સહભાગીઓએ ટેબલના યજમાન તરીકે એક સભ્ય સાથે 10ની ટીમો બનાવી હતી. ‘વન વર્લ્ડ કેફે’માં કુલ દસ સમસ્યા પરનાં નિવેદનો હતાં અનેચર્ચાએ વિદ્યાર્થીઓને અમદાવાદની વિવિધ કોલેજોના અન્ય લોકો સાથે વાર્તાલાપ કરતી વખતે તેમનાં મંતવ્યો વ્યક્ત કરવા સક્ષમ બનાવ્યા હતા. ક્લાઇમેટ એક્શન, લિંગ સમાનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, યુવા નેતૃત્વ, ગરીબી, આરોગ્ય અને સુખાકારી, જમીન પર જીવન, તમે ટકાઉ કેવી રીતે કાર્ય કરી રહ્યા છો?, ઉદ્યોગ સાહસિકતા, સાંસ્કૃતિક તફાવતો – મૂળ કારણ અને કૌશલ્યો જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતી સમસ્યાઓ.
‘વન વર્લ્ડ કેફે’માં વિવિધ કોલેજો અને વિવિધ પૃષ્ઠભૂમિના 110થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો., જેને કારણે વિવિધ અભિપ્રાયો આપવામાં આવ્યા હતા અને મહત્વના મુદ્દાઓ પર દલીલ કરવામાં અને અવાજ ઉઠાવવામાં તેમનામાં આત્મવિશ્વાસ વધાર્યો હતો.
અમદાવાદ ગ્લોબલ શેપર્સના ક્યુરેટર કૃણાલ શાહે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ એવી માન્યતા પર આધારિત હતી કે આપણે આપણા યુવાનોનું ભવિષ્ય બનાવી શકતા નથી, પરંતુ ભવિષ્ય માટે આપણે આપણા યુવાનોનું નિર્માણ કરી શકીએ છીએ. આ ઇવેન્ટમાં અમેરિકન કોર્નરના ડિરેક્ટર તેજલ વસાવડા અને આઇસેક અમદાવાદના પ્રેસિડેન્ટ મિહિર દલાણિયા પણ હાજર હતા.