રાજ્યમાં ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની ટ્રાન્સફર

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસ, ડેપ્યુટી કલેક્ટરની ટ્રાન્સફર પછી હવે IAS અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્ય સરકારે બુધવારે 23 IAS ઓફિસરની બદલીનો આદેશ બહાર પાડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નવા કમિશનર એમ. થન્નારસન બન્યા છે તો અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલ બન્યા છે.

રાજ્ય સરકારના આદેશ મુજબ એમ. થેન્નારસનને સંદીપ સાંગલેને સ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. આ સિવાય આણંદના કલેક્ટર તરીકે ડી એસ ગઢવની ટ્રાસફર થઈ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને દેવભૂમિ દ્વારકાના DDO બનાવવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલમાં જ સાત ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે. આ સાથે વડોદરામાં પણ આઠ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમાં શહેરના આઠ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે શહેરના આઠ બિનહથિયારી પોલીસ-ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કર્યા છે.

ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા તરુણ દુગ્ગલે દશેરાની પૂર્વસંધ્યાએ જિલ્લાના 13 પોલીસ-ઈન્સ્પેક્ટરોની બદલી કરી હતી. જેમાં બઢતી મેળવનાર પાંચ પીએસઆઇને પણ પોલીસ મથકોમાં નિમણૂક કરી દેવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં 13 પીઆઇને પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું,