પડકાર સ્વીકારનાર વ્યક્તિ જ સફળઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)માં મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલ્ટેક પેનલના 45 મેગાવોટના ઉત્પાદનનું ઓનલાઇન ઉદ્યઘાટનું કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જીવનમાં એ લોકો જ સફળ થાય છે, જે લોકો કંઈક કરી બતાવે છે, જેમના જીવનમાં સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટીનો ભાવ હોય છે. જ્યારે નિષ્ફળ એ લોકો હોય છે, જે સેન્સ ઓફ બર્ડનમાં જીવે છે. સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટીનો ભાવ વ્યક્તિના જીવનમાં સેન્સ ઓફ ઓપોર્ચ્યુનિટીને જન્મ આપે છે.

વડા પ્રધાને પાંચ સુવિધાનું ઉદઘાટન કર્યું હતું

  • 45 મેગાવોટની મોનોક્રિસ્ટલાઇન સોલાર ફોટોવોલ્ટિક પેનલ (GEDA તરફથી રૂ. 17 કરોડનું ફન્ડિંગ)
  • PDPU ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર (DST TBI દ્વારા રૂ. 22 કરોડનું ફન્ડિંગ)
  • સ્પોર્ટ્સ કોમ્પ્લ્કેસ (SAG,GOG દ્વારા રૂ. 15 કરોડનું ફન્ડિંગ)
  • ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ અને ડિસેલિનેશન માટે હોરાઇઝન 2020 અંતર્ગત ઇન્ડિયા h20 પર ઇન્ડો-યુરોપ બાયલેટરલ પ્રોજેક્ટ( રૂ. 14 કરોડ)
  • ટ્રાન્સલેશન રિસર્ચ સેન્ટર (TREC-PDPU)

 

PDPUનો દીક્ષાંત સમારોહ

મને એ જોઈને આનંદ થાય છે કે આ યુનિવર્સિટી આજે વિશ્વમાં પોતાની ઓળખ બનાવી રહી છે. હું અહીં મુખ્ય અતિથિના રૂપમાં નહીં, બલકે યુનિવર્સિટીના પરિવાસના એક સભ્યના તરીકે આવ્યો છે. એક સમય હતો કે જ્યારે લોકો સવાલ કરતા હતા કે આ પ્રકારની યુનિવર્સિટી કેટલી આગળ વધશે? પરંતું અહીંના સ્ટુડન્ટ્સે, પ્રોફેસર્સે અને અહીં ડિગ્રી લઈને નીકળેલા પ્રોફેશનલ્સે આ બધા સવાલો જવાબ આપી દીધા છે, એમ તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને PDPU બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખસ્થાને રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીઝના અને એકેડેમિયાનાં ઘણાં મોટાં નામો પણ અત્યારના રોગચાળાના સમયને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે 2608 જેટલા યુવાન વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી સુવિધાના ઉદઘાટનનો કાર્યક્રમ PDPUના ડિજિટલ પ્લેટફોર્મ convocation.pdpu.ac.in પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે 46થી વધુ સ્કોલર્સને પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી અને સાથે 77 જેટલા વિદ્યાર્થીઓને મેડલ્સ ઓફ મેરિટ પણ આપવામાં આવ્યા હતા.