‘આપ’ પાર્ટીનું ચૂંટણીમાં નાણાં વહેંચવાનું હવાલા ‘નેટવર્ક’ પકડાયું

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પોલીસે રાજ્યના બહારના આશરે 30 લોકોના નેટવર્કને પકડી પાડ્યું છે. આ લોકોનો આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી માટે હવાલા દ્વારા પૈસા વહેંચવા માટે ઉપયોગ કરી રહી છે. ‘આપ’ના બારડોલી વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી દ્વારા સુરત ગ્રામીણ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં આ ખુલાસો થયો છે. સોલંકીએ પોલીસને એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિની ઓળખ ડ્રાઇવરના રૂપે થઈ છે એ વાસ્તવમાં રાજ્યના બહારના ‘આપ’ પાર્ટીના કાર્યકર્તા હતો.

સૌરભની ઓળખ મારા ડ્રાઇવર તરીકે થઈ છે, પણ એ મારો ડ્રાઇવર નથી. તે ‘આપ’ માટે કામ કરી રહ્યો છે અને હું તેને માત્ર બે-કે ત્રણ વખત મળ્યો છું. તેને પાર્ટીએ દિલ્હીથી મોકલ્યો હતો. જ્યારે સૌરભની મદદ કરવા હું પોલીસ સ્ટેશન ગયો, ત્યારે તેણે મને જણાવ્યું હતું કે પૈસા ‘આપ’ પાર્ટીના પ્રચાર ખર્ચ માટે હતા અને તે એ પૈસા આંગડિયા (હવાલા ઓપરેટર) દ્વારા લાવવામાં આવ્યા હતા, એમ સોલંકીએ જણાવ્યું હતું.

પોલીસે ચોરી કરવામાં આવેલા કાળાં નાણાંના સ્રોતની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે રાજ્યમાં 182 સીટો માટે રાજ્યના બહારના 30થી વધુ લોકોને આંગડિયાથી હવાલા દ્વારા પૈસા મેકલીને ચૂંટણી ખર્ચને પૂરો કરવા માટે પાર્ટીના લોકોને વિતરિત કરવા માટે ભાડે લાવવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદમાં રૂ. 20 લાખની લૂંટને મામલે સંતોષ પારાસર ઉર્ફે સૌરભ પાંડે –એ એવી વ્યક્તિ છે છે જે દક્ષિણ ગુજરાતની નવ બેઠકો માટે રોકડ નાણાં સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી.