સમાજમાંથી જ્ઞાતિ-જાતિના ભેદ મિટાવવા જરૂરી: મોહન ભાગવત

અમદાવાદઃ શહેરના GMDC પાસેના  ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી મહાનગર દ્વારા ‘સામાજિક શક્તિ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં 15,000થી વધુ સ્વયંસેવકોને આરએસએસના વડા મોહન ભાગવત સંબોધ્યા હતા. રાષ્ટ્ર નિર્માણમાં સમાજ રીતે પોતાનું યોગદાન આપી શકે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

‘સામાજિક શક્તિ સંગમ’ ના કાર્યક્રમમાં મોહનજી ભાગવતે સમાજને મજબૂત બનાવવા માટે જ્ઞાતિ ભેદ મિટાવવા પર ભાર મૂક્યો હતો. આપણો દેશ, સંસ્કૃતિ એકદમ મજબૂત હતી. દરેક સમયના શાસક દરમિયાન ખ્યાતનામ લોકો હતા,  તેમ છતાં બાહ્ય પરિબળો આપણી પર શું કામ રાજ કરી ગયા એ સૌએ વિચારવાની જરૂર છે. ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે જ્ઞાતિ-જાતિના ભેદ ભૂલી દરેક સમાજે આગળ લઈ જવા પર મોહનજી ભાગવતે ભાર મૂક્યો હતો. આરએસએસના કાર્યક્રમમાં જુદા-જુદા વિભાગોમાંથી પધારેલા કાર્યકર્તાઓએ સમૂહ ગાન, બેન્ડ અને શારીરિક શિક્ષણની પ્રસ્તુતિ રજૂ કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)