આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન અને MD ડો. મીનેશ શાહ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)ના બોર્ડમાં ચૂંટાઈ આવ્યા હતા. IDFના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતાં ડો. મીનેશ શાહે જણાવ્યું હતું કે
તેમણે જણાવ્યું હતું કે અન્ય દેશોની સાથે સામૂહિક રીતે આગળ વધવાથી વિશ્વના ડેરી સેક્ટર માટે શ્રેષ્ઠ પરિણામો લાવવામાં મદદ મળી રહેશે. ભારતના ડેરી ક્ષેત્રને વધુ કાર્યક્ષમ, અસરકારક અને સ્થાયી બનાવવા માટે વૈજ્ઞાનિક ઉકેલો અને ટેકનોલોજીઓને આગળ વધારવા અન્ય દેશોની કુશળતાનો પણ લાભ ઉઠાવી શકશે.
તેઓ અલગ-અલગ પદો પર ઘણા લાંબા સમયથી IDFની સાથે સંકળાયેલા છે. તેઓ ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ છે અને ડેરી પોલિસી એન્ડ ઇકોનોમિક્સની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. તેમના નેતૃત્ત્વ હેઠળ ભારતમાં સપ્ટેમ્બર, 2022માં વિશ્વની સૌથી મોટી ડેરી કોન્ફરન્સ IDFWDS 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના અને વિદેશોના મંત્રીઓ, નીતિ ઘડનારાઓ, નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.