રાજ્યમાં લમ્પી વાઇરસ 23 જિલ્લામાં ફેલાયોઃ 2800 ઢોરોનાં મોત

અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં લમ્પી વાઇરસને કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રાજ્યની સરહદે અડીને આવેલા રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જિલ્લાઓમાં પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં ખેડા લમ્પી સ્કિન રોગથી પ્રભાવિત થનારો 23મો જિલ્લો છે, જેમાં 150 ઢોરોના મોત થયાં છે. જેતી રાજ્યમાં ઢોરોના કુલ મોતનો આંકડો 2782 થયો છે. જોકે રાજ્યમાં લમ્પી વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો કચ્છ છે, જ્યાં 67 ઢોરોનાં મોત  છે. આ ઉપરાંત ભાવનગરમાં 20, રાજકોટમાં 19, સુરેન્દ્રનગરમાં 11 અને બનાસકાંઠામાં 11 ઢોરનાં મોત થયાં છે. વળી, દ્વારકા અને રાજકોટમાં આ રોગના 241 અને 168 નવા કેસો નોંધાયા છે.

રાજ્યમાં ઢોરોમાં લમ્પી વાઇરસના 2517 નવા કેસો નોંધાયા છે, કેમ કે વાઇરસ 134 નવાં ગામોના ઢોરોમાં ફેલાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 74,500થી વધુ ઢોરો આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધી 30.61 લાખ ઢોરોનું રસીકરણ કરી ચૂકી છે. સરકાર પાસે ઢોરો માટે હાલ 17.38 લાખથી વધુ ડોઝ અનામત છે.

રાજ્યમાં પાછલા દિવસોમાં લમ્પી સ્કિન વાઇરસથી મોત પામેલા ઢોરોનો આંકડો 2633 હતો, કેમ કે સોમવારે આ વાઇરસથી વધુ 131 ઢોરોનાં મોત થયાં હતાં. રાજ્યના 22 જિલ્લાઓમાં 72,893 ઢોરો લમ્પી વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 51,878 ઠીક થઈ ચૂક્યા છે.