લો, આ ગામમાં ચાર દાયકે વીજળી આવી! 

અમદાવાદ: ભેટાવાડા ગામને પુષ્પોના ગામ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મોટા ભાગના ખેડૂતો ફૂલની ખેતી અપનાવી છે, તેમ છતાં 4500+ ગામના રહેવાસીઓને ઘણાં વર્ષોથી સ્ટ્રીટ લાઇટના અભાવને પરિણામે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

દવાઉત્પાદક કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સની પરિવર્તનલક્ષી અને ઇનોવેટિવ CSR પોલિસીને કારણે ધોળકા તાલુકાનું ભેટાવાડા ગામ ચાર દાયકાના અંધારામાંથી બહાર આવ્યું છે. ગામમાં સ્ટ્રીટલાઇટનો અભાવ દુર્ઘટનાઓમાં પરિણમ્યો, સાંજ પછી મર્યાદિત ગતિશીલતા અને ગુનાહિત પ્રવૃત્તિ માટે સંવેદનશીલતા વધી. કોઈ તબીબી ઇમરજન્સી ઊભી થાય ત્યારે પણ લાઇટના અભાવને કારણે તકલીફ ઊભી થતી હતી, કારણ કે વ્યક્તિને મેડિકલ સેન્ટર સુધી લઈ જવામાં  મુશ્કેલી પડતી હતી.

આ કપરા પડકારને હલ કરવા માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ગ્રામ પંચાયત સાથે સહયોગ કર્યો અને ગામમાં 150 લાઇટ પોલ પર સ્ટેન્ડ અને કેબલિંગ સાથે પૂર્ણ LED લાઇટો સ્થાપિત કરી, અને ઘણાં વર્ષો પછી ગામની શેરીઓમાં પ્રકાશ લાવી.

કંપનીની સખાવતી શાખા ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે ભેટાવાડા ગામના લોકોના જીવનમાં અમારા CSR પ્રોજેકટ મારફતે પ્રકાશ પ્રસરાવાની કામગીરીથી અમને અત્યંત સંતોષ થયો છે. અમે અહીંના સમુદાયોના જીવનમાં હકારાત્મક અને લાંબા ગાળાનું પરિવર્તન લાવે તેવા પ્રયાસો હાથ ધરવા માટે કટિબદ્ધ છીએ.

આ પ્રયાસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં ભેટાવાડા ગામના આગેવાન છીનુભા દરબારે જણાવ્યું હતું કે મારી  45 વર્ષની ઉંમરમાં મેં ગામમાં સારી રીતે પ્રકાશિત ગલીઓ પહેલી વખત જોઈ છે. આ સગવડથી અમારું જીવન આરામદાયક બન્યું છે. હવે અમે ગામમાં રાત્રે નિર્ભય થઈને ફરી શકીશું. અહીંના સમાજમાં કન્યાઓ અને મહિલાઓના જીવનમાં સલામતીની ભાવનાનો સંચાર થયો છે.

આ ઉપરાંત કંપનીએ ગામની વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે પણ લાંબા ગાળાનાં પગલાં ભર્યાં છે. સ્ટ્રીટ લાઈટની સગવડ ઉપરાંત કંપની એ ગ્રામ પંચાતને 5 KVA સોલર પેનલથી સજજ કરી છે, જેથી સ્ટ્રીટ લાઇટના વીજળી બિલમાં પણ આશરે 80 ટકા ઘટાડો થશે.