આવતી કાલે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મતદાનને લઈ તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. આવતી કાલે 25 બેઠક પર 266 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થશે. ત્યારે હાલના PM અને ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનું મતદાન કેન્દ્ર ગુજરાત છે. જેથી આવતી કાલે ફરી PM ગુજરાત મુલાકાતે આવશે. PM મોદી પોતાનો કિંમતો મત આપશે.
આવતી કાલે PM નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટીંગ કરશે. મળતી માહિતી પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે, પીએમ આવતીકાલે સવારે 7.30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. PM વોટિંગ સમયે અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
તો સાથે અમિત શાહ પણ આજે રાત્રે અમદાવાદ પહોંચશે. જ્યારે તેઓ કાલે સવારે PM મોદીના વોટિંગ બાદ 9:15 કલાકે સબે ઝોનલ ઓફસ કામેશ્વર મહાદેવ ખાતે મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે. આ ઉપરાંત યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજમાં, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં, મનસુખ માંડવિયા પાલિતાણામાં, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.