‘ખાદી મહોત્સવ-2023’માં 50 ખાદી સંસ્થાઓ સહભાગી થઈ

કેન્દ્ર સરકાર સંચાલિત ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના ઉપક્રમે અને NIFT ગાંધીનગરના સહયોગમાં અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે હાલમાં જ ‘ખાદી મહોત્સવ-2023’નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં દેશભરની 50 ખાદી સંસ્થાઓ તથા 75 એકમોએ ભાગ લીધો હતો.

આ મહોત્સવ દરમિયાન એક ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડેલ યુવક-યુવતીઓએ ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ થઈને ખાદી ફેશનનું પ્રદર્શન કર્યું હતું.

સમગ્ર શોને છ મહત્ત્વની સીક્વન્સમાં વહેંચી દેવામાં આવ્યો હતો.

આ શોમાં ભાગ લેવાની એનઆઈએફટી-ગાંધીનગરના વિદ્યાર્થીઓને ભાગ લેવાની સંસ્થાના ડાયરેક્ટર ડો. સમીર સૂદે પરવાનગી આપી હતી.

આ મહોત્સવ દરમિયાન સિલ્ક લૂમ, હની બી બોક્સ, પોટર વ્હીલ, લેધર ફૂટવેર અને અગરબત્તીઓ જેવી ચીજવસ્તુઓને પણ પ્રદર્શનાર્થે મૂકવામાં આવી હતી.

આ મહોત્સવમાં ગુજરાત સરકાર પ્રધાન, NIFTના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.