હાર્દિક પટેલને ઝાટકોઃ કેતન પટેલ ભાજપમાં જોડાયા

અમદાવાદ– હાર્દિક પટેલને એક પછી એક નવા ઝાટકા વાગી રહ્યા છે. ચિરાગ પટેલ પછી હવે તેમના ખાસ સાથીદાર અને પાસના પૂર્વ કન્વીનર કેતન પટેલ હાર્દિકનો સાથે છોડીને ભાજપમાં જોડાશે. પાટીદાર અનામત આંદોલનમા અતિમહત્વની ભૂમિકા ભજવનાર કેતન પટેલ અને ચિરાગ પટેલ હતા. આ બન્નેએ હાર્દિક સાથનો છેડો ફાડ્યો છે. છેલ્લા સમાચાર અનુસાર કેતન પટેલ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે.પાટીદાર અનામત આંદોલનમાં અતિમહત્વની ભૂમિકા ભજવનારા રેશ્મા પટેલ, વરુણ પટેલ પણ હાર્દિકનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યાર પછી ચિરાગ પટેલ અને હવે કેતન પટેલ…

પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની જેમ કેતન પટેલ પર રાજદોહનો કેસ દાખલ થયો હતો. પણ પાછળથી તે હાર્દિકની વિરુધ્ધમાં સાક્ષી બની ગો હતો. હાર્દિક માટે આ ખુબ મોટો ઝટકો હતો. અત્રે નોંધનીય છે કે હાર્દિક ભલે અત્યાર સુધી ભાજપ પર નિશાન તાકીને બેઠો હોય, પણ ચૂંટણી જેમજેમ નજીક આવતી જાય છે, તેમતેમ તેની મુશ્કેલીઓ વધતી જાય છે. ભાજપથી તે દૂર છે. કોંગ્રેસ સાથે અનામતની મંત્રણાઓ નિષ્ફળ ગઈ છે. આમ હાર્દિક ચારેય બાજુથી ઘેરાઈ ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]