જમ્મુકાશ્મીરમાં બરફની ચાદર પથરાઈ

જમ્મુ-કાશ્મીરઃ શિયાળાની શરૂઆત થતાં જ જમ્મુકાશ્મીરના બારમુલા જિલ્લામાં બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે. બરફ વર્ષા થતા જ ચારે તરફ બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ જેવા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 6.5 ડિગ્રી પહોંચી ગયું હતું.