અમદાવાદઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ હાલ રાજ્યની બે દિવસની મુલાકાતે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે રાજ્યના લોકો પરિવર્તન ઇચ્છે છે અને તેઓ આમ આદમી પાર્ટીની સરકાર ઇચ્છે છે. તેમણે વિશ્વાસપૂર્વક કર્યું હતું કે રાજ્યમાં આ વખતે આપની સરકાર બનશે
. તેમણે સુરેન્દ્રનગરમાં સરપંચ અને VCE સંમેલનમાં કરતાં જણાવ્યું હતું કે સરપંચોને દર મહિને રૂ. 10 હજાર પગાર અપાશે. VCને રૂ. 20 હજારનું માનદ વેતન આપીશું, ગામના પંચાયત દ્વારા મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે. પંચાયતના વિકાસ કામ માટે રૂ. 10 લાખનું ફંડ અપાશે.
ગુજરાતના સરપંચો માટે @ArvindKejriwal ની ગેરંટી!#KejriwalNiPanchayatGuarantee pic.twitter.com/g5TAeSFmHC
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 3, 2022
બીજી બાજુ, સુરતમાં AAPના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભાજપના પ્રદેશપ્રમુખ અને રાજ્યના ગૃહમંત્રી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. જેથી તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એવી શક્યતા છે. ગોપાલ ઇટાલિયાની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં કલમ 469, 500 (માનહાનિની સજા), 504, 501 (1) હેઠળ FIR નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી છે, એમ પોલીસે માહિતી આપી હતી.
સુરતમાં ગોપાલ ઈટાલિયાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ તરીકે સંબોધ્યા હતા. જે બાદ રાજકીય ક્ષેત્રે હંગામો મચી ગયો છે. આ અગાઉ તેમણે સી.આર. પાટીલ પર પણ શાબ્દિક પ્રહાર કરતાં તેમને બૂટલેગર તરીકે સંબોધ્યા હતા.આપના નેતાએ પોતાના પર નોંધાયેલા કેસ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારી સામે ફરિયાદ નોંધશે, પણ ડ્રગ માફિયાઓની સામે કાર્યવાહી નહીં કરે. આ પ્રકારના FIRથી મને ડર નહીં લાગે અને કોઈ પણ દબાણની આગળ હું નમીશ નહીં.