ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાંથી ડ્રગ્સના દાણચોરની ધરપકડ

નવી દિલ્હીઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ અહીં વસંત કુંજ વિસ્તારમાં ₹૨૦ કરોડની કિંમતના ૪ કિ.ગ્રા. હેરોઈન  સાથે એક અફઘાન નાગરિકની આજે ધરપકડ કરી છે.

આરોપીનું નામ છે વદીઉલ્લાહ રહીમુલ્લા. સુરત ક્રાઈમ બ્રાન્ચ એકમે આપેલી માહિતીના આધારે ગુજરાત એટીએસ દિલ્હી જઈને વદીઉલ્લાહ રહીમુલ્લાને પકડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]