‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકારને ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત થશે

મુંબઈઃ સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ 2005થીહરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત કરે છે.

વર્ષ 2021 માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. પત્રકારત્વ વિભાગ માટે ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી,  સાહિત્ય વિભાગ માટે રાજકોટના કવિ નીતિન વડગામા અને કલા વિભાગ માટે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવનારા સ્વરકાર-ગાયક મનહર ઉધાસની પસંદગી કરવામાં આવી છે. આ તમામ પારિતોષિક પૂજ્ય મોરારિબાપુના હસ્તે સોમવાર 19 સપ્ટેમ્બરે પ્રદાન કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂ. 51,000/- (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. 

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ નવીનભાઈ દવે, ટ્રસ્ટીગણમાં કુન્દન વ્યાસ, રોહિત પટેલ, રમેશ પુરોહિત તથા નવનિયુક્ત ટ્રસ્ટી ગોપાલ દવે, હિતેન આનંદપરા, મુકેશ જોષી અને સ્નેહલ મુઝુમદાર ઉપસ્થિત રહેશે.