શાંતિ બિઝનેસ સ્ફૂલના તમામ વિદ્યાર્થીઓને શાનદાર જોબ પ્લેસમેન્ટ

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્ફૂલ (SBS)ના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SBSના તમામ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ટોચની કોર્પોરેટ કંપનીઓમાં નોકરીઓ મળી છે. કોરોનાના સમયમાં પણ વિદ્યાર્થીઓના આ કેમ્પસ પ્લેસમેન્ટમાં 127 કંપનીઓએ ભાગ લીધો હતો. અને તમામ 179 વિદ્યાર્થીઓને શાનદાર જોબ પ્લેસમેન્ટ થયું હતું. આ વખતે હાઇએસ્ટ પેકેજ રૂ. 12.67 લાખ સુધીનું મળ્યું છે. વિદ્યાર્થીઓના સરેરાશ વાર્ષિક પેકેજ 7.34 લાખ રૂપિયા સુધીના રહ્યા છે. કોલેજ કેમ્પસમાં યોજાયેલા પ્લેસમેન્ટમાં અગ્રગણ્ય એફએમસીજી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ,  ટેલિકોમ્યુનિકેશન, માર્કેટિંગ, એનાલિટિક્સ, આઇટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગ સહિતની કંપનીઓએ ભાગ લીધો હતો.

કોવિડ 19ને કારણે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષનું શિક્ષણ ઓનલાઇન લીધું હતું, જ્યારે બીજા વર્ષમાં ફિઝિકલ મોડમાં નિયમિત ક્લાસરૂમ શિક્ષણ લીધું હતું, વિદ્યાર્થીઓના ફેકલ્ટી સાથેના સંપર્કો અને કાઉન્સેલિંગને કારણે પ્રશંસનીય પ્લેસમેન્ટ થયા છે.

E&Yમાં જોબ મેળવેલા વિદ્યાર્થી સુધાંશુ પુરોહિતે કહ્યું હતું કે અમારા પ્રોફેસરો અમને ખૂબ મદદરૂપ થયા હતા. તેમના સલાહ અને સતત માર્ગદર્શન મને આજે સફળતા તરફ દોરી ગયા છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરમાં જોબ મેળવનાર સંકેત રાજેએ પ્લેસમેન્ટ ટીમ અને ડિરેક્ટરનો આભાર માનતાં જણાવ્યું હતું કે પ્લેસમેન્ટ ટીમે જબરદસ્ત તકો ઊભી કરી છે જેણે સારું કોમ્યુનિકેશન, બહેતર અભિગમ અને ટાઇમ મેનેજમેન્ટ જેવાં મૂલ્યવાન કૌશલ્યો કેળવવામાં મદદ કરી છે. SBS-અમદાવાદ તરફથી મળેલી તાલીમ દ્વારા મેં પ્રોફેશનલ સ્કિલ વિકસાવી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]