હવે વારંવાર આવીશઃ અમદાવાદમાં ફિલ્મ પ્રોડક્શન કંપનીના પ્રારંભે અભિનેતા જિતેન્દ્ર કપૂર

0
1181

અમદાવાદઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા જિતેન્દ્ર કપૂર અમદાવાદના મહેમાન બન્યાં હતાં. તેમણે AMA ખાતે રુપા અને આનંદ પંડિત સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટના ઓપનિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું 16 વરસ પછી અમદાવાદમાં આવ્યો છું. પરંતુ હવે વારંવાર અમદાવાદમાં આવવાનું થશે કારણ કે અહીં ફિલ્મ પ્રોડક્શન સેન્ટરની શરુઆત થઈ છે.


જીતેન્દ્રએ જણાવ્યું કે મુંબઈમાં ગુજરાતી આનંદ પંડિતને ઓળખું છું અને મને તેમની લગન પર વિશ્વાસ છે. આવતાં સમયમાં મુંબઇથી ફિલ્મ પ્રોડકશન માટે અમદાવાદ આવતાં લોકોની સંખ્યા ઘણી બધી વધી જશે.અને છેલ્લે જીતેન્દ્રએ કહ્યુ કે જે કામ કરો તેં દિલથી કરો તો તેં કામમાં ચોક્કસ બરકત આવશે.