અમદાવાદ- અમદાવાદ શહેરના એએમએ ખાતે જાપાન દેશની વિવિધ સાંસ્કૃતિ-રચનાત્મક પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. જાપાનના ઉચ્ચ કક્ષાના કલાકારો પણ શહેરમાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યાં છે. આજે ફરી એકવાર જાપાન કોલિંગના નામે એક એક્ઝિબિશન, ફિલ્મ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત અને જાપાન બંને દેશો વચ્ચે અતૂટ મૈત્રી છે., પ્રવાસ અને ધંધારોજગાર પણ સતત ચાલતાં રહે છે. ત્યારે જાપાન પોતાના દેશમાં ભારતીય પ્રવાસીઓ સતત આવે અને કુદરતી સૌંદર્ય – સ્થાપત્ય -સંસ્કૃતિને માણે એવા પ્રયાસ કરી રહ્યું છે. ઘણી કુદરતી અને માનવસર્જીત થપાટો વચ્ચે પણ અડીખમ ઉભો રહી સતત વિકાસ કરતો દેશ જાપાન ભારતીયોને સતત પોતાની વૈવિધ્ય પૂર્ણ સુંદરતા નિહાળવા બોલાવે છે.
30 એપ્રિલ અને 1 મે સુધી એએમએ અમદાવાદ ખાતે ચાલનારા કાર્યક્રમોમાં જાપાનની વિવિધ જગ્યાઓનું એક સુંદર પ્રદર્શન પણ મુકવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમાહોરોમાં મોટી સંખ્યામાંબંન્ને દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ