ઇસ્કોન બ્રિજ કેસઃ હાઇકોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવ્યા

અમદાવાદઃ હાઈકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દીધી છે. ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ અકસ્માત 20 જુલાઈના દિવસે થયો હતો. જેમાં નવ લોકોનાં મોત થયાં હતાં. એ કેસમાં તથ્ય પટેલની સામે ઓવરપીંડિંગ અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે કડક પગલાં ભરવા માગ થઈ હતી. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની આગલી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં તથ્ય પટેલ સામે IPCની કલમ 304 અને 308 હેઠળ તેના માટેના પ્રયાસનો તેમ જ લોકોને નુકસાન પહોંચાડવા અને મોટર વેહિકલ એક્ટની જોગવાઈઓ હેઠળ અન્ય આરોપો સાથે આરોપ મૂકવામાં આવ્યો છે.

તથ્ય વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ થયેલા અકસ્માતને કારણે મોડી રાત્રે બ્રિજ પર લોકો હાજર હતા. સામાન્ય રીતે એ સમયે પૂલ પર ભારે ભીડ હોતી નથી. તે તેની બેદરકારીભરી જવાબદારીથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો ન હતો. તેનો કેસ નશામાં પીને ડ્રાઇવિંગનો કે હિટ એન્ડ રનનો કેસ નહોતો. તેના વકીલે કોર્ટને આ કેસને દોષિત હત્યાના બદલે બેદરકારી તરીકે ધ્યાનમાં લેવા વિનંતી કરી હતી.

તથ્યના એડવોકેટે રજૂઆત કરી હતી કે 20 વર્ષનો યુવક કઠોર ગુનેગાર નથી અને સમાજ માટે ખતરો પણ નથી. તેની જામીન અરજીનો વિરોધ કરતાં ફરિયાદી પક્ષે ગુનાની ગંભીરતા અને ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માત પહેલાનાં પણ માર્ગ અકસ્માતમાં તથ્યની કથિત સંડોવણીને હાઇલાઇટ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ એમઆર મેંગડેએ કહ્યું કે તેઓ આ કેસમાં જામીન  ફગાવ્યા હતા.