આઈપીએસ અતુલ કરવાલને 26 જાન્યુઆરીએ વીરતા અને શોર્ય માટે એવોર્ડ અપાશે

અમદાવાદઃ ગુજરાત માટે એક ગૌરવ લઈ શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. આઈપીએસ અતુલ કરવાલને 26 મી જાન્યુઆરીના રોજ તેમની વીરતા અને શોર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે.  અતુલ કરવાલ 1988 ની બેંચના આઈપીએસ અધિકારી છે. અત્યારે તેઓ હૈદરાબાદ એકેડમીમાં ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતના આ આઈપીએસ અધિકારીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ 1988 ની બેંચના આઈપીએસ અધિકારી અતુલ કરવાલને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. કરવાલ ગુજરાત કેડરના પહેલા આઈપીએસ અધિકારી છે જે એસવીપી-એનપીએના ડાયરેક્ટર પદની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા ગુજરાત કેડરના કોઈપણ અધિકારીને એકેડમીના ડાયરેક્ટરની જવાબદારી મળી નથી. આ એકેડમી ભારતીય પોલીસ સેવા માટે પસંદ કરવામાં આવતા અધિકારીઓને પ્રશિક્ષણ આપે છે.