સીએએઃ શાહીનબાગ રોડ ફરી શરુ કરવા માટે સ્થાનિક લોકો કરશે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ શાહીનબાગમાં શાંતિપૂર્ણ પ્રદર્શન વચ્ચે હિંસા થતા હવે લોકોની સહનશક્તિના સીમાડા તૂટી રહ્યા છે. હવે રસ્તો બંધ થવાના કારણે મુશ્કેલી વેઠી રહેલા લોકોએ પણ રોડ પર આવીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. આ લોકો આશરે 40 દિવસથી બંધ થયેલા કુંજ માર્ગને ફરીથી ખોલવા માટે રેલી કાઢવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ શાહીનબાગમાં કેટલાક પત્રકારો સાથે ઝડપ થઈ હતી. આટલું જ નહી પરંતુ રોડ પાર કરવાના પ્રયત્નો કરી રહેલા લોકોને રોકવાના મામલાઓ પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ત્યાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

શાહીનબાગ પ્રદર્શન વિરુદ્ધ હવે અહીંયાના લોકો જ રોડ પર ઉતરશે. રોડ બંધ થવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સરિતા વિહારના લોકોનો પ્લાન છે કે તેઓ 2 ફેબ્રુઆરીના રોજ પ્રદર્શન કરશે. આ લોકો પોતાની કોલોનીથી શાહીનબાગ સુધી રેલી કરશે. આ લોકોની માંગ છે કે બંધ રોડને સામાન્ય લોકો માટે હવે ખોલી દેવામાં આવે.

આના માટે સરિતા વિહારમાં રહેનારા કેટલાક લોકો સરિતા વિહારના એસીપી અજબ સિંહને મળ્યા હતા. તેમણે સિંહને કહ્યું કે, આવતા સપ્તાહ સુધી કોઈ રસ્તો નહી કાઢવામાં આવે તો પ્રદર્શન કરવામાં આવશે. પ્રદર્શનની તૈયારીમાં જોડાયેલા એક સ્થાનિક ગબ્બર સિંહ ચૌહાણે કહ્યું કે, આ કોઈ રાજનૈતિક પાર્ટીની રેલી જેવું નહી હોય. જેવી રીતે શાહીનબાગના લોકોને પ્રદર્શન કરવાનો હક છે તેમ જ સરિતા વિહાર અને જસોલાના લોકોને આનો વિરોધ કરવાનો હક છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અત્યારે તે લોકો એ નક્કી નથી કરી શક્યા કે રોડને સામાન્ય લોકો માટે ખોલવામાં આવે કે નહી ? પ્રદર્શનકારીઓનું કહેવું છે કે બેરિકેડ કદાચ દૂર પણ થઈ જાય તોપણ રોડ પર ચાલવું મુશ્કેલ છે. કારણ કે અહીંયા આશરે 40 ફૂટનો ભારતનો નક્શો મૂકવામાં આવ્યો છે. આને ક્રેનની મદદથી દૂર કરી શકાય છે. આને વેલ્ડિંગ કરીને બનાવવામાં આવ્યો છે, જેને દૂર કરવા માટે કેટલાક દિવસનો સમય લાગી શકે છે.

શાહીનબાગ પ્રદર્શનમાં શુક્રવારે હિંસા પણ થઈ હતી. ત્યાં કે પત્રકારો પર હુમલો થયો હતો. પ્રદર્શનકર્તાઓએ લાઈવ પ્રોગ્રામ કરવા માટે પહોંચેલા પત્રકારોના કેમેરા પણ તોડી નાંખ્યા હતા.