રોયલ ફેમિલીને અતૂટ રાખવા ફેવિકોલે આપી આ સલાહ

નવી દિલ્હી: બ્રિટિશ રૉયલ ફેમિલીના ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિંસ હેરી અને મેઘનના નાટકીય રૂપથી બહાર નીકળવા પર વ્યંગાત્મક કટાક્ષ કરતા ફેવિકોલે પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર મજેદાર ટ્વીટ કર્યું છે.

ટ્વીટમાં ફેલિકોલે શાહી પરિવાર પર કટાક્ષ કરતા લખ્યું કે તેમણે દુનિયાના સૌથી મોટા હીરા કોહિનૂરને બદલે ફેવિકોલને ભારતથી લઈ જવો જોઈતો હતો. રોયલ ક્રાઉનની ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘ડિયર રૉયલ ફેમિલી, કોહિનૂર નહીં, ફેવિકોલ લઈ જવું હતું.’ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘ફેવિકોલ હોત તો સસ-એક્સ ન થાત અને પરિવાર અતૂટ રહ્યો હોત.’ સાથે તેમણે #meghanandharry #FevicolKaJod #MazbootJod હેશટેગ લખ્યા છે. આ ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

રવિવારે કહેવામાં આવ્યું કે પ્રિંસ હેરી અને મેઘન, જેમણે પહેલા તેમણે શાહી કર્તવ્યોથી અલગ થવાની જાહેરાત કરી હતી, ‘રોયલ હાઈનેસ’ ખિતાબનો ઉપયોગ નહીં કરે અને તે હવે શાહી કર્તવ્યો માટે સાર્વજનિક ધન પણ પ્રાપ્ત નહીં કરે.