રાજકોટ અગ્નિકાંડને આજે 19 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. એક બાજું અગ્નિકાંડમાં હોમાયેલા પરિવારો ન્યાયની આશાએ રાહ જોઈ બેઠા છે. તો બીજી બાજું SIT આજે 19 દિવસ બાદ પણ તાપસ કરી રહી હોવાનું જણાવી રહી છે. રાજકોટમાં બનેલો માનવ સર્જીત અકસ્માતમાં 28 લોકોના જીવ બળીને એ રીત ભષ્મી ભૂત થયા કે તેમના DNA પણ મેચ કરવા મુશ્કેલ થયા હતા.
રાજકોટ અગ્નિકાંડને 19 દિવસ પૂર્ણ થયા છે. સાથે આ કાંડ બાદ તમામ સરકારી અઘિકારોએ તપાસ કર્યા બાદ ગુનેગારોને ન છોડવાની વાત પણ કરી હતી. જે માટે રાજ્ય સરકાર દ્વારા SIT ટીમની રચના કરવામાં આવી હતી. જ્યારે SITની રચના બાદ તપાસના ધમધમાટ ચાલ્યા હતા. જ્યારે બે પી.આઈ સહિત દસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન સરકારે નિમેલી SITના વડા સુભાષ ત્રિવેદી તપાસ માટે રાજકોટ આવ્યા છે. તેમણે રાજકોટ જેલમાં રહેલા પાંચ આરોપીઓ અને ટીઆરપી ગેમઝોનના ભાગીદારો-માલિકો એવા યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને કિરીટસિંહ જાડેજાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.
એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ મુદ્દા પર જીણવટ પુરવક તપાસ ચાલી રહી છે. તપાસમાં કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા છે. જ્યારે કેટલાક દસ્તાવેજ ગુમ થયા છે જે મુદ્દા પર તપાસ ચાલી રહી છે. તેમજ ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઇ છે, તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. આ અગ્નિકાંડમાં અલગ-અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આ તપાસ ઊંડાણ પૂર્વક કરવી પડે કારણ કે, ઊંડાણ પૂર્વક તપાસ કરો તો જ દોષિત દંડાય. કાળજી પૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ ઘટનામાં દોષિતને સજા મળે એ જરૂરી છે.