અમદાવાદઃ શહેરની જાણીતી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ “શાંતિ બિઝનેસ સ્કૂલ” (એસબીએસ) દ્વારા આયોજીત ઇન્ટર કૉલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2023″માં 50થી વધુ કોલેજોનાં સેંકડો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ બે-દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ વિદ્યાશાખાની 50 જેટલી કોલેજોના લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અલગ અલગ 7 કેટેગરી રાખવામાં આવી હતી – આર્ટ એન્ડ ક્રિએટીવિટી ઝોન, ફુડ એન્ડ ફન ઝોન, ઈન્ટેલેક્ચ્યુલ ઝોન, કલ્ચરલ ઝોન, સ્પોર્ટ્સ ઝોન, બિઝનેસ ઝોન, થ્રિલ ઝોન. જેમાં 28 જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે, બનાઓ ઉપયોગી, છબી, મટરગસ્તી, જ્ઞાનયુધ્ધ, અભિવ્યક્તિ, યુવામંચ, સરગમ, જલવા- ફેશન શો, આઓ ખેલેં, બ્રાન્ડ ક્વીઝ માટેની સ્પર્ધા “આઓ પહેચાનેં”, ફાયનાન્સિયલ પ્લાનિંગ માટે “સંપત્તિ”, યુથ પાર્લામેન્ટ “યુવા મંચ”, ફેઈસ પેન્ટિંગ માટે “રંગદે”, વાનગી સ્પર્ધા માટે ‘ઉસ્તાદ-એ-ઝાયકા’, ગ્રુપ ડાન્સ “ઝનકાર” વગેરે.
આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે “આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, તેમનાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમનાં વ્યક્તિત્વનો વિકાસ કરે છે.