ભાજપશાસિત રાજ્યોમાં છ-મહિનામાં પદ છોડનારા રૂપાણી ચોથા CM

235

નવી દિલ્હીઃ રાજ્યમાં ટોચનું પદ છોડ્યા પછી વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનોમાં પદ છોડનારા ચોથા મુખ્ય પ્રધાન બની ગયા છે. રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ચૂંટણીના એક વર્ષ પહેલાં પદ છોડી દીધું છે. આગામી વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાની મોટી લડાઈ છે, કેમ કે એ સત્તામાં સતત ત્રીજો કાર્યકાળને સુરક્ષિત કરવા ઇચ્છે છે.જુલાઈમાં કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું હતું અને ઉત્તરાખંડમાં તીરથ સિંહે રાવતે ત્રિવેન્દ્ર રાવતની જગ્યા લેવાના ચાર મહિનામાં રાજીનામું આપ્યું હતું. એ જ ક્રમમાં રૂપાણીનું રાજીનામું આવી પડ્યું છે.

રૂપાણીએ ખુશ થઈને રાજીનામું આપ્યું કે નારાજ થઈને આપ્યું છે, એ તો સમય જ કહેશે. જોકે રૂપાણીના રાજીનામાથી ભાજપ ત્રિભેટે ઊભો છે, જેમાં પક્ષ રૂપાણીના ઉત્તરાધિકારી નિયુક્ત કરે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અથવા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે.

રૂપાણીના રાજીનામા બાદ નાયબ મુખ્ય પ્રધાન  નીતિન પટેલ  સોશિયલ મિડિયા અને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. ગાંધીનગર કમલમમાં ટોચના નેતાઓની બેઠક પણ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના નવા સીએમ કોણ હશે એ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. વળી, બીજી બાજુ ભાજપના પ્રદેશાધ્યક્ષ પાટીલ અને નીતિન પટેલ વચ્ચે ગુપ્ત બેઠક પણ થઈ છે. પ્રફુલ્લ પટેલને પણ કમલમમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. ગૃહપ્રધાન અમિત શાહ મોડી સાંજે ગુજરાત આવવાના છે. રૂપાલાએ પણ જણાવ્યું છે કે 24 કલાકમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]